બનવાની સંપૂર્ણ માર્ગદર્શિકા
મિન્ટપ્રો સાથે એલઆઈસી એજન્ટ


Sign Up
/ LIC / બનવાની સંપૂર્ણ માર્ગદર્શિકા મિન્ટપ્રો સાથે એલઆઈસી એજન્ટ

એલઆઈસી એજન્ટ કેવી રીતે બનવું ?

એજન્ટ બનવું અને જીવન વીમાનું વેચાણ કરવું એ અસંખ્ય વ્યક્તિઓ માટે અમર્યાદિત આવક માટે શ્રેષ્ઠ કારકિર્દી છે. તેથી જ લોકો જીવન વીમા એજન્ટ બનવાનો પ્રયત્ન કરે છે.

એલઆઈસી વિશે :

જીવન વીમાની વાત આવે ત્યારે જીવન વીમા કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જ (એલઆઈસીઆઈ) મોટા ભાગના વ્યક્તિઓ માટે પ્રથમ પસંદગી હોય છે. કારણ કે આ કંપની પ્રથમ જીવન વીમા કંપની છે અને તે લાંબા સમય સુધી બજારમાં પોતાની હાજરી નોંધાવી રહી છે. વીમા એજન્ટની સાથે ગ્રાહકો પણ એલઆઈસીમાં વિશ્વાસ ધરાવે છે. એલઆઈસીની સ્થાપના વર્ષ 1956માં ભારતીય વીમા બજારમાં એકમાત્ર જીવન વીમા કંપની તરીકે કરવામાં આવી હતી. ત્યારથી લઈને એલઆઈસીએ વર્ષ 2000 સુધી જીવન વીમા પોલિસી વેચવામાં એકહથ્થુ શાસન કર્યુ હતું. જ્યારે ખાનગી કંપનીઓને વીમા બજારમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આજે 20થી વધુ વીમા કંપનીઓ છે તેમ છતાં પણ એલઆઇસીની પ્રતિષ્ઠા યથાવત છે.

તેથી જો તમે એલઆઈસી એજન્ટ બનવા માંગતા હોવ તો તમારા શું કરવું તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

એલઆઇસી એજન્ટ બનવા માટે જરૂરી પગલાં

1. પાત્રતા આવશ્યકતાઓ

એલઆઈસી એજન્ટ બનવા માટે કેટલાક માપદંડો છે જેમાં તમારે એજન્સીમાં અરજી કરતા પહેલા ધ્યાન આપવું જોઈએ. જેમાં નીચેનાનો સમાવેશ છે.

  • તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોવ તો તમે ઓછામાં ઓછા ધોરણ 10 પાસ હોવા જોઈએ અને જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોવ તો તમે ઓછામાં ઓછા ધોરણ 12 પાસ હોવા જોઈએ.

જો તમે ઉપરોક્ત બન્ને માપદંડમાં ખરા ઉતરતા હોવ તો તમે એલઆઇસી એજન્ટ બનવા માટે આગળ વધી શકો છો. એજન્ટ બનવાનાં પગલાંઓમાં નીચેનાનો સમાવેશ થાય છે.

2. એલઆઈસી એજન્ટ બનવાની પ્રક્રિયા

  • તમારે એજન્ટ બનવા માટે તમારી દરખાસ્ત સાથે શાખા મેનેજર અથવા એલઆઈસીના વિકાસ અધિકારીનો સંપર્ક કરવો.
  • કંપનીના એજન્ટ તરીકે કાર્ય કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે મૂલ્યાંકન કરવા માટે એલઆઈસીના મેનેજર અથવા અધિકારી તમારુ ઇન્ટરવ્યુ લેશે.
  • જો તમે એજન્સી માટે યોગ્ય હશો તો તમારે IRDAI પરીક્ષા માટે નોંધણી કરાવવાની રહેશે.
  • નોંધણી પછી તમને એલઆઈસીની ડિવિઝનલ ઓફિસ અથવા તાલીમ કેન્દ્રમાં મોકલવામાં આવશે જ્યાં. તમને IRDAI (ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) 25 કલાકની નિયત તાલીમ આપશે.
  • તાલીમ પૂર્ણ થઈ ગયા પછી તમારે આઈઆરડીએઆઇ (ભારતના વીમા નિયમનકારી અને વિકાસ અધિકારી) દ્વારા હાથ ધરવામાં આવતી પરીક્ષા માટે હાજર રહેવું પડશે.
  • તમારે ઓછામાં ઓછા 40% ગુણ સાથે પરીક્ષા પાસ કરવાની રહેશે.
  • એકવાર તમે પરીક્ષાને પાસ કરી લો તે પછી તમને એપોઇન્ટમેન્ટ લેટર અને એલઆઈસી એજન્ટ તરીકે કામ કરવા માટેનું લાઇસન્સ આપવામાં આવશે.

એકવાર લાઇસન્સ મળ્યા પછી તમે પ્રમાણિત એલઆઇસી એજન્ટ બનો છો. જે એલઆઈસી દ્વારા ઓફર કરવામાં આવતી જીવન વીમા યોજનાઓ વેચી શકવાની સત્તા ધરાવે છે.

એલઆઈસી એજન્ટ બનવાના ફાયદા

વીમા પોલિસી વેચવામાં કારકિર્દી બનાવવી એ ઘણા લોકો માટે અનુકૂળ છે. શું તમે જાણો છો શા માટે?
કારણ કે, એલઆઈસી એજન્ટ બનવું એ ઘણું ફાયદાકારક છે. આ ફાયદાઓ નીચે મુજબ છે.

  • ઊંચી આવક ધરાવનાર

એલઆઈસી એજન્ટ તરીકે તમે તમારા પોતાના બોસ છો. તમે તમારા અનૂકુળ સમયે કામ કરી શકો છો. તમારે નિયમિત 9થી 5 નોકરી પર જવાની જરૂર નથી. તમે તમારા પોતાના ઘરેથી જ આરામથી કામ કરી શકો છો.

  • તમારી અનૂકુળતા મુજબનું વર્ક શેડ્યૂલ :

એલઆઈસી એજન્ટ તરીકે તમે એ સમયે કામ કરી શકો છો જે તમને અનુકૂળ આવે. નિયમિત 9થી5 નોકરી પર જવાની જરૂર નથી. તમે તમારા પોતાના ઘરના આરામથી કામ કરી શકો છો.

  • વધારાની આવક :

જેઓ પહેલેથી જ નોકરી કરે છે તે પણ વીમા એજન્ટ બની શકે છે અને આવકનો વધારાનો સ્રોત ઉભો કરી શકો છો.

  • કોઈ નિવૃત્તિની ઉંમર નથી :

તમને અમર્યાદિત આવકની સાથે વીમા એજન્સી તમને અમર્યાદિત ઉંમર સુધી કામ આપવાનું વચન આપે છે. કારણ કે તે તમારો પોતાનો વ્યવસાય છે અને તમે ઇચ્છો ત્યાં સુધી વીમા પોલિસી પણ વેચી શકો છો.

વૈકલ્પિક વિકલ્પ – પોઈન્ટ ઓફ સેલ્સ પેર્સન(પીઓએસપી) બનો

ફક્ત એલઆઈસી સાથે એજન્ટ બનવાને બદલે, તમે પોઈન્ટ ઓફ સેલ્સ પેર્સન(પીઓએસપી) બની શકો છો.

પોઈન્ટ ઓફ સેલ્સ પેર્સન(પીઓએસપી) એટલે શું?

પોઈન્ટ ઓફ સેલ્સ પેર્સન(પીઓએસપી) એ ભારતના વીમા નિયમનકારી અને વિકાસ અધિકારી (આઇઆરડીએઆઇ) દ્વારા નિમણૂંક પામતા એજન્ટ છે. જે ફક્ત એલઆઈસીની જ નહીં પરંતુ અન્ય જીવન વીમા કંપનીઓની વીમા પોલિસી પણ વેચી શકે છે. તદુપરાંત, જો તમે પોઈન્ટ ઓફ સેલ્સ પેર્સન(પીઓએસપી) બનો છો, તો તમે વિવિધ કંપનીઓની સામાન્ય વીમા પોલિસી પણ વેચી શકો છો. આમ, એક પોઈન્ટ ઓફ સેલ્સ પેર્સન(પીઓએસપી)એ એજન્સીનું વિસ્તૃત સ્વરૂપ છે જેને તમે પસંદ કરી શકો છો.

મિન્ટપ્રો સાથે પોઈન્ટ ઓફ સેલ્સ પેર્સન(પીઓએસપી) કેવી રીતે બની શકો ?

  • પોઈન્ટ ઓફ સેલ્સ પેર્સન(પીઓએસપી) બનવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • તદુપરાંત, જો તમે ગ્રામીણ વિસ્તાર અથવા શહેરીમાં રહેવા માંગતા હો કે નહીં તમે ધોરણ 10માં પાસ હોવા જોઈએ. તેથી કહી શકાય કે એક પોઈન્ટ ઓફ સેલ્સ પેર્સન(પીઓએસપી) બનવું સરળ છે.
  • તમે પોઈન્ટ ઓફ સેલ્સ પેર્સન(પીઓએસપી) બનવા માટે મિન્ટપ્રો વેબસાઇટ પર ઓનલાઇન નોંધણી કરાવી શકો છો
  • તમારે 15 કલાકની તાલીમ લેવાની રહેશે. જે એલ.આઇ.સી.ની તાલીમ કરતા ખૂબ જ સરળ છે. તદુપરાંત ક્લાસરૂમ તાલીમની કોઈ આવશ્યકતા હોતી નથી. ત્યાં ઓનલાઇન તાલીમ મોડ્યુલો છે જે તમે મિન્ટપ્રો વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન પર પણ એક્સેસ કરી શકો છો..
  • એકવાર આઈઆરડીએઆઇ દ્વારા સૂચિત અભ્યાસક્રમ પ્રમાણે મિન્ટપ્રો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ તાલીમ લઇ લીધા પછી મિન્ટપ્રો દ્વારા એક પરીક્ષા હાથ ધરવામાં આવે છે. તમે કમ્પ્યૂટર અથવા લેપટોપ અને તમારી પોતાની સુવિધા દ્વારા ગમે ત્યાંથી તમારી અનૂકુળતા પ્રમાણે પરીક્ષા આપી શકો છો.
  • એકવાર તમે પરીક્ષાને પાસ કરી લો તે પછી તમને પોઈન્ટ ઓફ સેલ્સ પેર્સન(પીઓએસપી) તરીકે કાર્ય કરવા માટેનું લાઇસન્સ મળે છે.

TurtlemintPro સાથે પોઈન્ટ ઓફ સેલ્સ પેર્સન(પીઓએસપી) બનવાના ફાયદા :

એલઆઈસી એજન્ટ બનવાના તમામ લાભો ઉપરાંત મિન્ટપ્રો તમને વધારાના ફાયદા પણ આપે છે. મિન્ટપ્રો સાથે તમને નીચે આપેલા વધારાના ફાયદા મળે છે.


  • તમે એક જ લાઇસન્સ સાથે જીવન અને સામાન્ય વીમા પોલિસી વેચી શકો છો.
  • તમે એલઆઈસી સહિત અનેક વીમા કંપનીઓનું પ્રતિનિધિત્વ કરી શકો છો.
  • ત્યાં સરળ તાલીમ મોડ્યુલો છે જે તમને વીમાના વિષયને સરળતાથી સમજવામાં મદદ કરે છે.

મિન્ટપ્રો માત્ર તમને સરળતાથી પોઈન્ટ ઓફ સેલ્સ પેર્સન(પીઓએસપી) નથી બનવતું પરંતુ તે વીમો વેચતી વખતે સંપૂર્ણ ઑનલાઇન માર્ગદર્શન પણ પૂરું પાડે છે. આમ, જો તમે એલઆઈસી એજન્ટ બનવા માંગતા હોવ તો તમે એલઆઈસીના એજન્ટ બની શકો છો અને ફક્ત એલઆઈસીની પોલિસી જ વેચી શકો છો.પણ જો તમે મિન્ટપ્રો પસંદ કરો છો તો તમે એલઆઈસીની યોજના સહિત વિવિધ કંપનીઓની વિવિધ પ્રકારની વીમા યોજનાઓ પણ વેચી શકો છો. તેથી જો તમે વીમા એજન્સીમાં તમારી કારકિર્દી ઘડવા માંગતા હોવ તો મિન્ટપ્રો પસંદ કરો અને લાભો મેળવો.

વીમાના વેચાણથી હું કેટલી કમાણી કરું છું? તે વિશે વધુ જાણો.