મિન્ટપ્રોની મદદથી એલઆઈસી વીમા પોલિસી વેચો


Sign Up
/ LIC / મિન્ટપ્રોની મદદથી એલઆઈસી વીમા પોલિસી વેચો

એલઆઈસી વિષે :

ધ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LICI) એ જીવન વીમા ઉદ્યોગમાં અગ્રણી છે. આ કંપની ભારતની સૌથી પહેલી જીવન વીમા કંપની છે અને તેની પાસે સૌથી મોટો ગ્રાહક વર્ગ છે. પરિણામે આજે એલઆઇસીની 2048 થી વધુ શાખાઓ કાર્યરત છે. ગ્રાહકોને કંપની દ્વારા ઓફર કરવામાં આવતી યોજનાઓ પર વિશ્વાસ છે અને તેથી તેઓ તરત જ એલઆઇસી વીમા પોલિસી ખરીદવા માટે તૈયાર થઈ જાય છે. તેના કારણે ઘણા લોકો વીમા એલઆઈસી પોલિસી વેચવા અને એજન્ટ બનવા માટે ઘણાં ઉત્સુક હોય છે.

એલઆઈસી પોલિસી કેવી રીતે વેચવી?

જીવન વીમા કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઈસીઆઈ)ની જીવન વીમા પોલિસી વેચવા માટે તમારે એલઆઈસીના એજન્ટ બનવું પડે છે. એજન્ટ બનવા માટે નીચેના પગલાઓ અનુસરવા જરૂરી છે.


  • તમારે એલઆઈસી સાથે એજન્સીમાં નોંધણી કરાવવી પડશે.
  • એલઆઈસી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટમાં 25 કલાક માટે વર્ગખંડ તાલીમ લેવાની રહેશે.
  • વીમાની પરીક્ષા નિયમનકારી અને વિકાસ અધિકારી (આઇઆરડીએ) દ્વારા લેવામાં આવે છે.
  • એલઆઈસી એજન્ટ તરીકે કાર્ય કરવા માટેનું લાઇસન્સ મેળવવા માટે તે પરીક્ષામાં પાસ થવાનું રહેશે.

એકવાર તમે લાઇસન્સ મેળવી લો પછી તમે એક-એક વ્યક્તિઓની મુલાકાત લઈને તેમને તથા તમારા ઓળખીતાને એલઆઈસી પોલિસીઓ વેચી શકો છો.

એલઆઈસી વીમા પોલિસીનું વેચાણ

એલઆઈસી પોલિસીઓને બે રીતે વેચી શકાય છે. ઓનલાઇન અને ઓફલાઇન. આ તમામ પધ્ધતિઓ નીચે મુજબ કાર્ય કરે છે.


  • એલઆઇસી પોલિસીઓ વેચવાનો ઓફલાઇન મોડ :

તમે તમારા ગ્રાહકોની મુલાકાત લઈને એલઆઈસી પોલિસીઓ વેચી શકો છો. તમારે તમારા ક્લાયન્ટ્ને પ્લાનની વિગતો સમજાવવી પડે છે. તમે જે પોલિસીની ભલામણ કરો છો તેનાથી ક્લાયન્ટ સંમત થયા પછી તમારે તમારા ક્લાયન્ટને દરખાસ્ત ફોર્મ ભરવા માટે સહાય કરવાની રહે છે. ફોર્મ ભર્યા પછી પ્રિમીયમ એકત્રિત કરવાનું રહે છે ત્યાર પછી તમારે પોલિસી જારી કરવા માટે એલઆઈસીની ઓફિસની મુલાકાત લેવાની રહે છે. જે એક કડાકૂડરૂપ પ્રક્રિયા છે કારણ કે વેચેલી પોલિસીની વિગતો દાખલ કરાવવા માટે તમારે કંપનીના મકાનની રૂબરૂ મુલાકાત લેવાની રહે છે.

  • ઓનલાઇન મોડ : એક સરળ વિકલ્પ

તમારે તમારા સંપર્કોની રૂબરૂ મુલાકાત લેવાના બદલે તમે મિન્ટપ્રોની સહાયથી પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (PoSP) બની શકો છો. મિન્ટપ્રો તમને એલઆઇસીની ઓનલાઇન પોલિસીઓ તમને તમારા ઘરેથી આરામથી વેચવાની છૂટ આપે છે.

એલઆઈસી પોલિસી ઓનલાઇન કેવી રીતે વેચવી :

એલઆઈસી પોલિસીઓ ઓનલાઇન વેચવા માટે તમારે આ નીચે આપેલા પગલાંઓનું અનુસરણ કરવાનું રહે છે.


  • તમારા બધા સંપર્કોની સૂચિ બનાવો કુટુંબ, મિત્રો, સંબંધીઓ અને પરિચિતો સહિત અને પછી તેમનો સંપર્ક કરો.
  • લોકોને પોલિસીની વિગતો જણાવતા પહેલાં તેમની નાણાકીય આવશ્યકતાઓનો ક્યાસ કાઢવો. એકવાર તમને નાણાકીય આવશ્યકતાઓ મળી જાય પછી તમે સમજી શકો કે કઈ પોલિસી તેમના માટે યોગ્ય રહેશે.
  • એકવાર તમે ક્લાયન્ટની આવશ્યકતાને સમજી લો, તે પછી યોગ્ય એલઆઈસી પોલિસીની ભલામણ કરો. પછી તે બચતલક્ષી જરૂરિયાતો માટે એન્ડોવમેન્ટ પ્લાન, બાળકોની ભાવિ યોજના માટે બાળ યોજના, નિવૃત્તિ યોજના માટે પેન્શન યોજનાઓ અથવા સંપત્તિ બનાવવા માટે એકમ સાથે સંકળાયેલી યોજનાઓ હોઈ શકે છે.
  • એકવાર ક્લાયન્ટ જોઈ લે કે જે પોલિસી તમે સૂચવી છે તે તેમની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તો તે તમારી પાસેથી પોલિસી જરૂર ખરીદશે. જ્યારે ક્લાયન્ટ યોજના ખરીદવા માટે સંમત થાય છે ત્યારે તેમને ઓનલાઇન પ્રસ્તાવ ફોર્મ ભરવામાં સહાય કરો. ફોર્મ ચોક્કસ વિગતોથી ભરાવવું જોઈએ અને વિગતો સાચી હોવી જોઈએ. જો ક્લાયન્ટને ફોર્મના કોઈ પણ ભાગને લઈને મુંઝવણ અનુભવતો હોય, તો તેને તેના વિશે સમજાવો જેથી તે સંપૂર્ણ સમજણ પછી ફોર્મ ભરી શકે.
  • ફોર્મ ભર્યા પછી તમારા ક્લાયન્ટ્ને ઓનલાઇન પ્રિમીયમ ચૂકવવામાં સહાય કરો અને પછીથી પોલિસી પ્રાપ્ત કરવામાં તેમની સહાયતા કરો.

બસ ઉપરોક્ત પગલાઓનો ઉપયોગ કરીને તમે સરળતાથી એલઆઈસી પોલિસીઓ વેચી શકો છો.

તે વિશે વધુ જાણો એલઆઈસી વીમા એજન્ટ કેવી રીતે બનવું.

મિન્ટપ્રોના ફાયદા :

મિન્ટપ્રો તમને તમારા ગ્રાહકોને ઓનલાઇન વીમા પોલિસી વેચવા માટે સંપૂર્ણ સમર્થન આપે છે. તમારા ક્લાયન્ટ માટે તેમના દાવાઓ માટે સહાય કરવા યોગ્ય યોજનાઓ શોધવામાં , મિન્ટપ્રો તમને ઓનલાઇન સહાયતા આપે છે. તમે એલઆઈસીની પોલિસીઓ ઓનલાઇન વેચવા માટે મિન્ટપ્રો એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.

જ્યારે તમે ઓનલાઇન વેચાણ કરો છો ત્યારે તમારા ગ્રાહકો એપ્લિકેશનથી સીધી જ પોલિસી ખરીદે છે અને ઓનલાઇન પ્રિમીયમ ચૂકવે છે. આ પોલિસી વહેલા જારી કરવામાં આવે છે અને તમારી મુશ્કેલીઓ પણ ઘટાડે છે.

તમારા ક્લાયન્ટ ફક્ત એલઆઈસીની જ નહીં પરંતુ વિવિધ જીવન વીમા કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતી યોજનાઓની તુલના પણ કરી શકે છે. આમ, તુલના કરીને તમારા ક્લાયન્ટ સૌથી નીચા પ્રિમીયમ દર પર શ્રેષ્ઠ પોલિસી ખરીદી શકે છે. ઉપરાંત, મિન્ટપ્રો એપ્લિકેશન પર દરેક પોલિસીની સુવિધાઓ તમારી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.

તુલના કર્યા પછી તમારા ગ્રાહકોને વીમા ખરીદવામાં મદદ કરવા ઉપરાંત, મિન્ટપ્રો તમને એન્ડ-ટુ-એન્ડ સહાયતા પણ આપે છે. તમે મિન્ટપ્રોની સહાયતાથી તમારા ગ્રાહકોને કાર્યક્ષમ પોસ્ટ-સેલ્સ સેવા પ્રદાન કરી શકો છો. તમને નિયમિત નવિનીકરણ રિમાઇન્ડર્સ મળે છે અને એપ્લિકેશન પર તમે તમારા વેચાણને ટ્રેક કરી શકો છો. મિન્ટપ્રો તમને તમારા ક્લાયન્ટ્ને દાવા કરવામાં સહાય પ્રદાન કરવામાં પણ મદદ કરે છે. આમ, મિન્ટપ્રો તમને કાગળ વિનાના વીમા વેચવામાં મદદ કરે છે. તમારે ફક્ત તમારા સંપર્કોને પોલિસી વેચવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને બાકીનું કામ મિન્ટપ્રો કરશે.

જાણો હું વીમા વેચી કેટલાં કમાઇ શકું?