વીમામાં કારકિર્દી બનાવો અને મિન્ટપ્રોનો ઉપયોગ કરીને પૈસા કમાઓ


Sign Up
/ વીમામાં કારકિર્દી બનાવો અને મિન્ટપ્રોનો ઉપયોગ કરીને પૈસા કમાઓ

વિદ્યાર્થીઓ માટે કારકિર્દી વિકલ્પ તરીકે વીમો

શિક્ષણ દરેકના જીવનનો અગત્યનો તબક્કો હોય છે કારણ કે તે વ્યક્તિની કારકિર્દીના ઘડતર માટે પાયાને આધાર આપે છે. તેથી જ વિદ્યાર્થીઓ પૂર્ણ સમયની નોકરી નથી કરી શકતા. જો કે, વિદ્યાર્થીઓ આંશિક સમયની નોકરીઓ શોધે છે. જેમાં તેઓ તેમના અભ્યાસનું સમાધાન કર્યા વગર નાણાં કમાઈ શકે છે. વીમાનું વેચાણ વિદ્યાર્થીઓ માટે એક આકર્ષક કારકિર્દીની છે. તેમાં નીચેના લાભો છે.

વિદ્યાર્થીઓ માટે વીમો વેચવાના ફાયદા:


  • વિદ્યાર્થીઓ તેમના ફ્રી સમયમાં કામ કરી આકર્ષક આવક કમાઈ શકે છે. વીમા એજન્ટ તરીકે અમર્યાદિત કમાણી સંભવ છે.
  • તદુપરાંત, વિદ્યાર્થીઓ તેમના પોતાના વ્યવસાયની સ્થાપના કરી શકે છે અને તેમના પોતાના બોસ બની શકે છે.
  • તેઓ નાણાકીય રીતે સ્વતંત્ર બની શકે છે અને પોતાના શિક્ષણ માટે પૈસા ચૂકવવા માટે સક્ષમ બને છે.
  • તેઓ નાણાકીય રીતે તેમના પરિવારને પણ ટેકો આપી શકે છે.

કોના માટે વીમા વેચાણ સારી તક છે

જો તમારી પાસે નીચેના ગુણો હોય તો તમે સારા વીમા એજન્ટ બની શકો છો.

  • જો તમારી ઉદ્યોગસાહસિક બનવાની ઈચ્છા છે, તો વીમા વેચાણ એ યોગ્ય પસંદગી છે
  • જો તમે માનતા હો કે તમે સારા સેલ્સ પર્સન છો, તો તમે વીમો વેચી શકો છો.
  • જો તમારી પાસે સારી સંચાર કુશળતા હોય તો તમે વીમો વેચવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.
  • જો તમે ગો-ગેટર હોવ, તો તમે વીમો વેચી શકો છો અને સારી કમાણી કરી શકો છો.

વીમા પોલિસી કેવી રીતે વેચવી

વિદ્યાર્થીઓ મિન્ટપ્રો સાથે પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બની શકે છે અને ઓનલાઇન વીમા પોલિસી વેચી શકે છે.

પોઇન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવાની પાત્રતા

  • પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી)ના લાયસન્સ માટે અરજી કરવા માટે વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.
  • તેઓએ ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવાની આવશ્યક શૈક્ષણિક લાયકાત ધરાવી હોવી જોઈએ.

જો વિદ્યાર્થીઓ ઉપરોક્ત માપદંડ પર ખરા ઉતરે છે, તો તેઓ પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બની શકે છે. આ માટે તેમણે જે નીચે મુજબના પગલાં અનુસરવાના રહેશે.

  • મિંટોપ્રો વેબસાઇટ અથવા એપ્લિકેશન પર નોંધણી કરો અને કેવાયસી દસ્તાવેજો પ્રદાન કરો.
  • એકવાર નોંધણી કર્યા પછી તમારે 15 કલાકની તાલીમ લેવાની રહે છે. વિડીયો મોડ્યુલ દ્વારા તાલીમ સરળ કરવામાં આવી છે. જે સરળ શરતોમાં વીમાની જાણકારી આપે છે.
  • તાલીમ પછી વિદ્યાર્થીને ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (આઈઆરડીએઆઇ) દ્વારા પરીક્ષા આપવાની રહે છે. પરીક્ષા કોઈ પણ સમયે ઓનલાઇન લેવામાં આવે છે.
  • એક વાર પરીક્ષા પાસ થઈ જાય પછી વિદ્યાર્થીઓને પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી)નું લાઇસન્સ મળે છે. તે પછી જે-તે વ્યક્તિ વીમા પોલિસી વેચી શકે છે.

મિન્ટપ્રો સાથે પોઈન્ટ ઑફ સેલ્સ પર્સન (પીઓએસપી) બનવાના ફાયદા

  • પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના વીમા પોલિસી વેચી શકે છે જે જીવન વીમા, આરોગ્ય વીમા, મોટર વીમા, મુસાફરી વીમા વગેરે હોઈ શકે છે.
  • તેઓ એક જ પ્લેટફોર્મ પર વિવિધ કંપનીઓની વીમા પોલિસી વેચી શકે છે જે તેમના ગ્રાહકોને વિવિધતા પૂરી પાડે છે જેથી તેઓ ખરીદી કરતાં પહેલાં યોજનાઓની તુલના કરી શકે છે.
  • મિન્ટપ્રો એપ્લિકેશનનો ઉપયોગ કરીને પોલિસી ઓનલાઇન વેચી શકાય છે. આમ, ઘરેથી અથવા અન્ય કોઈ જગ્યાએ પોલિસી વેચવાનું અનુકૂળ બને છે.
  • વેચવામાં આવેલી બધી યોજનાઓમાંથી કમિશન મળે છે, જે મિન્ટપ્રો એપ્લિકેશન પર સ્ટોર કરી શકાય છે. આ રીતે સમગ્ર વીમા વેચાણ પ્રક્રિયા સરળ છે.
  • ત્યાં કોઈ ચોક્કસ કામના કલાકો નથી અને જે તે સમયે વેચાયેલી પોલિસીઓ પર આકર્ષક કમિશન મેળવવાની તક છે.

તમે વીમો વેચવાનું કેવી રીતે શરૂ કરી શકો છો?

જો તમે વીમાના વેચાણમાં તમારી કારકિર્દી શરૂ કરવા માંગો છો? તો તમારે તમારા સંપર્કોનો સંપર્ક કરવો પડશે. દરેક વ્યક્તિને વીમા પોલિસીની આવશ્યકતા હોય છે. તમારે ફક્ત તેમને જરૂરિયાત બતાવવાની જરૂર છે.

  • તમે તમારા મિત્રો, સંબંધીઓ અને પરિવારના સભ્યો કે જેમની પાસે કોઈ કાર અથવા બાઇક હોય, તો તેમને બાઇક / કાર વીમા પોલિસી વેચી શકો છો,
  • આરોગ્ય વીમા પોલિસી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે તેને તમારા મિત્રો અને સંબંધીઓને વેચી શકો છો.
  • જીવન વીમા પોલિસી તમારા પરિવાર, મિત્રો અને સંબંધીઓને વેચી શકાય છે.

કોણ કહે છે કે વિદ્યાર્થીઓ કમાઈ શકતા નથી? જો તમે વિદ્યાર્થી હોવ તો પણ તમારે તમારા માતા-પિતા પર શિક્ષણ અને અન્ય જરૂરિયાતો માટે નાણાકીય આધાર રાખવાની જરૂરી નથી. તમે પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બની શકો છો અને તમારા માટે કમાણી કરી શકો છો. કારણ કે કમાણીની સંભવિતતાની કોઈ મર્યાદા નથી, ત્યાં ફક્ત તે પોકેટ મની જ નહીં પરંતુ સારી આવક મેળવી શકશો. તમે તમારા ઉચ્ચ શિક્ષણ માટેનું ભંડોળ પણ એકઠું કરી શકો છો. શું તમે તે નથી ઇચ્છતા?

તેથી, વિદ્યાર્થીઓ મિન્ટપ્રોમાં જોડાઈ શકે છે અને પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન (પીઓએસપી) બની શકે છે. તેઓ તેમની કારકિર્દી વીમામાં શરૂ કરી શકે છે, પૈસા કમાઈ શકે છે અને આર્થિક રીતે સ્વતંત્ર બની શકે છે. આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તેમાં વધારે સમયની જરૂર નથી.

તે વિશે વધુ જાણો વીમા એજન્ટ કેવી રીતે બનવું?